ત્યાગીને ગયો’તો – શૈલેન રાવલ

By heenaparekh  

કશું એ શખ્સ ત્યાગીને ગયો’તો;

અલગ રીતે જે જાગીને ગયો’તો.

.

કશેથી શી ખબર અઢળક મળ્યું ‘શું’?

જીવનભર માત્ર માગીને ગયો’તો.

.

સપનની કેદ તોડી લા-પત્તા છે;

બરાબર લગ તાગીને ગયો’તો.

.

સરળ ખંખેરવાનું સાધ્ય જેને -

એ ઝાલર સંગ વાગીને ગયો’તો.

.

ચલમ પર બાદશાહી ફૂંકવાને;

તિખારો તો વેરાગીને ગયો’તો.

.

( શૈલેન રાવલ )

Share

One Comment

  1. praheladprajapati
    Posted February 20, 2011 at 8:45 am | Permalink | Reply

    માગ્યું ને મળ્યું નહિ
    પછી જ થયો કવી

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME