સ્વરૂપ – કેશુભાઈ દેસાઈ

By heenaparekh  

અડધો હું કાગડો ને અડધો હું હંસ છું

અડધો હું કાનજી અડધો હું કંસ છું

.

ઊગ્યો છું આભલે કૈં અજવાળાં વાવવા

અડધો ચાંદલિયો ને અડધો અવતંસ છું

.

ભીનો ભીતર બહારે કોરો ધાકોર છું

અડધો વરસાદ અડધો છપ્પનિયો દંશ છું

.

અડધો છું રાજવી અડધો અવધૂત છું

બ્રહ્માંડો સર્જનારો પંડે નિર્વંશ છું

.

અડધો શયતાન અડધો અલ્લાનો દૂત છું

અડધો સંસ્કૃત છું અડધો અપભ્રંશ છું

.

અડધો શામળશા ને અડધો નરસિંહ છું

તુલસી સૂરદાસ અડધો મીરાંનો અંશ છું

.

પૂરણને પામવાનાં ફાંફાં શાં મારવાં ?

અડધો તો અડધો પણ હું તારો તો વંશ છું !

.

( કેશુભાઈ દેસાઈ )

Share

4 Comments

  1. Posted February 22, 2011 at 10:12 am | Permalink | Reply

    સુંદર રચના..સંદરભાવોનિરૂપણ..રચના ગમી..

  2. Sharad Shah
    Posted February 22, 2011 at 6:03 pm | Permalink | Reply

    સત્ય વચન. આપણી અંદર રામ અને રાવણ બન્ને સાથે સાથે જીવે છે. ક્યારેક રામ તો ક્યારેક રાવણ મન ઉપર છવાઈ જાય છે. આપણુ સાચુ સ્વરુપ શું છે તે આપણે જાણી શકતા નથી. અહીં કવિએ એ વાતને સુંદર રીતે કાવ્યાત્મક ઢંગે રજુ કરી છે.

  3. Posted February 24, 2011 at 3:51 pm | Permalink | Reply

    રામ અને રાવણમાં વિજય કોની થાય છે એ મહત્વનું છે.

  4. Sharad Shah
    Posted February 25, 2011 at 8:14 pm | Permalink | Reply

    ઈતિહાસમા તો સદા રામનો વિજય થાય છે. પણ વાસ્તવિકતામાં કદાચ તેનાથી ઉલટું વધુ જોવા મળે છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME