[ડો. કૈલાસ સંઘવી વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત આજે સવારે ૧૦.૦૦ વાગ્યે ડો. મોંઘાભાઈ મેમોરિયલ હોલ, વલસાડ ખાતે ડો. ગુણવંત શાહનું વ્યાખ્યાન છે. આ નિમિત્તે ડો. ગુણવંત શાહની એક કવિતા આજે ખાસ પોસ્ટ કરું છું.]
.
અંધારી રાતે ચાલતી વેળા પગમાં કાંટો ભોંકાય ત્યારે
એક પગે ઊભા રહીને
બીજા પગમાંથી કાંતો કાઢતી વખતે
આકાશના તારા પર નજર ઠેરવવી
એને હું વિષાદયોગ કહું છું.
* *
આંખમાં આંસુ ખૂટે નહીં ત્યારે
માણસ એક એવો ખભો ઝંખે
જેના પર માથું ટેકવીને નિરાંતે રડી શકાય.
આવો ખભો ન મળે ત્યારે
પોતાના ઘૂંટણ પર આંસુ સારવાં સારાં
પરંતુ
ગમે તે ખભો તો ન જ ચાલે.
Don’t waste your tears please !
* *
રક્તદાન આપનાર અને લેનાર બે જણ
એકબીજાને ન મળે તો ય મળેલા ગણાય.
ખૂન કરનારો જેને ખતમ કરે તેને મળે છે
અને છતાંય
મળવાનું ચૂકી જાય છે.
સામી વ્યક્તિને મળવાનું માનીએ તેટલું સહેલું નથી.
કાશ ! આપણે મળી શક્યાં હોત !
.
( ગુણવંત શાહ )
સાહબની , ભુજ સરસ, કવિતા
વિચારોથી મિલન
શબ્દોથી મિલન
નજરોથી મિલન
સામસામે આબેહુબ મિલન
ને કાગળ પર મિલન
મિલન એક પ્રક્રિયા છે
જેમો અનેક વલયો ઉદભવે છે
મનનીય ચાટુક્તિઓ!