રોજ સૂરજ આથમે છે – નીતિન વડગામા

આભનો દરિયો તરીને રોજ સૂરજ આથમે છે,

પાંદડાં માફક ખરીને રોજ સૂરજ આથમે છે.

.

રોજ ઊગીને સજા એ ડૂબવાની ભોગવે છે,

તોય પણ હાથે કરીને રોજ સૂરજ આથમે છે.

.

આગ વરસાવે બપોરે, એ જ પાછો સાંજ વેળા,

સાવ ઝીણું ઝરમરીને રોજ સૂરજ આથમે છે.

.

ગાઢ સગપણ તોડવું પણ એમ તો સહેલું નથી કૈં,

વાદળોને કરગરીને રોજ સૂરજ આથમે છે.

.

તારવે છે એક મોટું તથ્ય એ હળવે રહીને,

પાંગરીને-ઊછરીને રોજ સૂરજ આથમે છે.

.

( નીતિન વડગામા )

2 thoughts on “રોજ સૂરજ આથમે છે – નીતિન વડગામા

  1. શ્રી નીતિનભાઇની સુંદર અર્થસભર ગઝલ,
    જોકે સૂરજનું વાદળોને કરગરીને આથમવું-અંગતરીતે જરા કઠ્યું…!
    કવિ એ કલ્પનમાં કરગરીને-સિવાયનો કાફિયા બ-ખૂબી આપી શકે એટલા સધ્ધર-સક્ષમ છે જ.
    અલબત્ત ગઝલ બહુજ ગમી.

Leave a Reply to વિહંગ વ્યાસ Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.