આ મુજબ – મુકેશ જોષી

By heenaparekh  

આપને જોયા પછી જે કંઈ થયું તે આ મુજબ

આંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ

.

બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવો

આટલું આકાશ કોઈ દઈ ગયું તે આ મુજબ

.

‘આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતું

સો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ

.

એક શીશીમાં સુગંધીદાર ડૂસકાંઓ રડે

મોગરાનું ફૂલ અત્તર થઈ ગયું તે આ મુજબ

.

સૂર્ય વેચી મેં ખરીદી રાત પૂનમની અને

કોઈ મારો ચાંદ લઈ ગયું તે આ મુજબ

.

( મુકેશ જોષી )

Share

6 Comments

  1. Posted March 2, 2011 at 8:11 am | Permalink | Reply

    ખુબ સુંદર અભિવ્યક્તિ.

  2. Posted March 2, 2011 at 9:33 am | Permalink | Reply

    આ મુજબ – જેવો નવો જ રદિફ લઈ કવિશ્રીએ અહીં એક સંવેદનશીલ હૈયાની લાગણીને બહુજ સ-રસ રીતે અભિવ્યક્ત કરી છે.
    બહુ ગમી.
    -અભિનંદન

  3. Posted March 2, 2011 at 10:20 am | Permalink | Reply

    અદભુત

  4. યશવંત ઠક્કર
    Posted March 2, 2011 at 12:18 pm | Permalink | Reply

    હબુ જ મજાની રચના. ગમી.

  5. Posted March 2, 2011 at 7:57 pm | Permalink | Reply

    સરસ ગઝલ..આ મુજબ કાફિયા ગમ્યો..
    સપના

  6. વિહંગ વ્યાસ
    Posted March 3, 2011 at 7:56 am | Permalink | Reply

    સુંદર ગઝલ. કવિની અન્ય એક સુંદર ગીત રચના “પંખીઓ ઉડવાનાં ક્લાસ નથી ભરતા ન માછલી સ્વિમીંગ પુલ જાતી” જો મળે તો મજા પડે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME