ડોશીની વાતો – બાબુ સુથાર

By heenaparekh  

યમરાજ કહે : ચાલો ડોશી, તમારો ટાઈમ થઈ ગયો.

ડોશી કહે : અરે હોય, હજી તો મારે ઘણું કામ કરવાનું બાકી છે.

યમરજ કહે : હવે શું બાકી છે ડોશી ? મોટા દીકરાના ઘરે પણ દીકરા છે અને એમના ઘરે પણ દીકરા છે.

ડોશી કહે : ઘણું કામ બાકી છે હજી તો, તમને ખબર નહીં પડે.

યમરાજ કહે : ડોશી વચોટ તો અમેરિકામાં છે,

એય ખાધેપીધે સુખી છે.

તો ચાલો હવે.

ડોશી કહે : ના ભૈ ના.બૌ કામ બાકી છે હજી તો.

બે-ચાર વરસ પછી આવજો.

યમરાજ કહે : નાનાને ત્યાં પણ હવે તો શાન્તિ છે બા.

એને માથે કોઈ ચિન્તા નથી,

પોતે ભણે છે

ને દીકરીને અમેરિકામાં ભણાવે છે.

દીકરો પણ નોકરી કરે છે.

હવે તો ચાલો.

ડોશી કહે : ના, મારો ટાઈમ નથી થયો હજી,

તમ તમારે જાવ. મારો ટાઈમ થશે ત્યારે હું તમને સામેથી બોલાઈ લે.

યમરાજ કહે : તો શું કામ બાકી છે ડોશી, બોલોને.

”ભૈ, પેલો વચલાં ઘરાંવાળો પૂંજીયો

વાલોળનું શાક આલી જ્યો સ.

એ શાક કરવાનું સ

અને એને પણ વાડકી આલવાનું સ”, ડોશીએ કહ્યું.

એ સાંભળતાં જ યમરાજા પાછા ગયા.

એઓ હજી પણ રાહ જુએ છે

પેલો વચલાં ઘરાંવાળો પૂંજીયો

ડોશીને શાક આલતો બંધ થાય એની.

.

( બાબુ સુથાર )

Share

3 Comments

  1. યશવંત ઠક્કર
    Posted March 3, 2011 at 12:01 pm | Permalink | Reply

    હિના બહેન,
    અમારા મિત્ર બાબુભાઈ સુથાર સાથે વાર્તા દ્વારા મુલાકાત કરાવી આપવા બદલ આભાર.
    વાર્તા સરળ છે બાકી બાબુભાઈની વાર્તા કસોટી કરી નાંખે!

  2. Posted March 3, 2011 at 5:32 pm | Permalink | Reply

    આપની વાર્તા પસંદ આવી જીવન માટે ઘણું જ કહી જાય છે.

  3. Posted March 8, 2011 at 4:47 am | Permalink | Reply

    ભારતીય બાર્ટર પદ્ધતિની કાલજયીતાનું રસાળ ઉદાહરણ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME