મને ન શોધો – ભગવતીકુમાર શર્મા

By heenaparekh  

મને ન શોધો ડોટ-કોમમાં;

હું છું કેવળ હરિઓમમાં.

.

પોથી, પુસ્તક, માળા ફોગટ;

રામનામ છે રોમ-રોમમાં.

.

કુંડળીમાંથી છલાંગ મારું;

પકડાઉં ના શુક્ર-સોમમાં.

.

માટીમાં છે મૂળિયાં મારાં;

વ્યક્ત કદી ના થાઉં વ્યોમમાં.

.

કુંડ, અગ્નિ ને ઋત્વિક હું છું,

હું હોમાઉં હવન-હોમમાં.

.

કફન ખસ્યું તો ફૂલ નીકળ્યા;

કબીર ક્યાં છે કોઈ કોમમાં ?

.

( ભગવતીકુમાર શર્મા )

Share

4 Comments

  1. Posted March 4, 2011 at 11:45 pm | Permalink | Reply

    મુ.શ્રી ભગવતીકુમારજીની ટૂંકી બહરની વધુ એક સુંદર,નજાકતપૂર્ણ અને સશક્ત અભિવ્યક્તિ-
    અંતિમ શેરની ચોટ તમતમી ઊઠે એવી અસરકારક રહી.
    સલામ દાદા…!

  2. મીનેશ
    Posted March 5, 2011 at 1:44 pm | Permalink | Reply

    ખુબજ સરસ
    કફન ખસ્યું તો ફૂલ નીકળિયા
    વાહ

  3. Posted March 8, 2011 at 4:37 am | Permalink | Reply

    સુંદર ગઝલ.

  4. Posted March 10, 2011 at 9:31 am | Permalink | Reply

    wah!!!

    Khub-j saras gazal…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME