બાકી છે હજુ – ત્રિલોક મહેતા

By heenaparekh  

સૂર્યમાં ભીનાશ બાકી છે હજુ

છેક ઊંડે પ્યાસ બાકી છે હજુ

.

વન બળીને રાખ જેવું થઈ ગયું

હું હતો ત્યાં ઘાસ બાકી છે હજુ

.

રોજ મળનારાં બધાં આવી ગયાં

એક માણસ ખાસ બાકી છે હજુ

.

રેડ જલ્દી જળગઝલ મોમાં જરા

સાવ છેલ્લો શ્વાસ બાકી છે હજુ

.

આખરે પહોંચી જઈશ તારા સુધી

આખરી પ્રયાસ બાકી છે હજુ

.

( ત્રિલોક મહેતા )

Share

One Comment

  1. Posted March 9, 2011 at 5:46 pm | Permalink | Reply

    વન બળીને રાખ જેવું થઇ ગયું
    હું હતો ત્યાં ઘાસ બાકી છે હજુ
    રોજ મળનારા બધા આવી ગયા
    એક માણસ ખાસ બાકી છે હજુ..

    દરેક શેર પસંદ આવ્યા.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME