ખળભળે – દત્તાત્રય ભટ્ટ

By heenaparekh  

ઝાંઝવાંમાં ઝંખનાઓ ખળભળે,

પ્રાર્થનામાં કામનાઓ ખળભળે.

.

રાહ જોતા તત્વને સંકોર, જો !

બીજમાં સંભાવનાઓ ખળભળે.

.

આંસુ છે, વરસાદ જેને માનીએ,

આભમાં સંવેદનાઓ ખળભળે.

.

કોઈને ભેટી કે ચૂમી ના શકે,

જે હૃદયમાં વંચનાઓ ખળભળે.

.

શબ્દને નોખી રીતે હું વાપરું,

શબ્દમાં છે વ્યંજનાઓ ખળભળે.

.

( દત્તાત્રય ભટ્ટ )

Share

2 Comments

  1. Posted March 12, 2011 at 9:49 am | Permalink | Reply

    વાહ ભટ્ટજી….!
    સરસ,
    આધ્યાત્મભાવને ખૂબ સુંદર અને સરળરીતે વણ્યો છે ગઝલમાં.
    બીજમાં સંભાવનાઓ ખળભળે….બહુ ગમ્યું.

  2. Posted March 12, 2011 at 6:27 pm | Permalink | Reply

    ઝાંઝવામાં ઝંખનાઓ ખળભળે
    પ્રાર્થનામાં કામનાઓ ખળભળે …

    ભટ્ટજીની ખૂબજ સુંદર ભાવવાચક રચના !

    પસંદ આવી.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME