ખૂબ અઘરું કામ છે – રમેશ શાહ

By heenaparekh  

એક ખોબા જળમાં તરવું ખૂબ અઘરું કામ છે,

ખિસ્સાના ખાલીપે ફરવું ખૂબ અઘરું કામ છે.

.

ટેકરી પર સાથ તારો ના મળ્યો લીલો, અને

ઢાળથી નીચે ઊતરવું ખૂબ અઘરું કામ છે.

.

નાહીને કોરાં થવાની વાતને કોરે મૂકો,

ભીતરે ભીનાં નીતરવું ખૂબ અઘરું કામ છે.

.

છોકરીના મનની વાતો વાવના જેવી જ છે,

વાવમાં ઊંડે ઊતરવું ખૂબ અઘરું કામ છે.

.

આંખ સામે છે સરસ કાગળ, કલમ ને મેજ, પણ

અહીં ગઝલમાં આવી ઠરવું ખૂબ અઘરું કામ છે.

.

( રમેશ શાહ )

Share

2 Comments

  1. Posted March 13, 2011 at 9:18 am | Permalink | Reply

    સરસ ભાવ ની સરળ ગઝલ… કવિએ સાચું જ કહ્યું,
    અહીં ગઝલમાં આવી ઠરવું ખૂબ અઘરૂં કામ છે !

  2. Posted March 13, 2011 at 1:31 pm | Permalink | Reply

    તમારી ‘અઘરા’ની વાત મને ગમી. સરસ રચના છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME