ચાલી નીકળો – છાયા ત્રિવેદી

By heenaparekh  

તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,

ખુદનો પડછાયો ઉપાડી, ચાલી નીકળો !

.

કિનારા તોડીને દરિયા ઉમટશે સામટા,

મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો !

.

લ્હેરાતાં ઉગશે ખેતર ત્યાં ઈન્દ્રધનુષનાં,

સૂકી ભોંમાં, સપનાં વાવી ચાલી નીકળો !

.

ચોગરદમ ઘુમશે મોસમ વાસંતી, શોધવા-

ટહુકાઓ કંઠે છૂપાવી ચાલી નીકળો

.

વીંધ્યે રાખો પોતીકાં અઢળક આકાશને,

વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો !

.

( છાયા ત્રિવેદી )

Share

2 Comments

  1. Posted March 16, 2011 at 9:23 am | Permalink | Reply

    સરસ ગઝલ.
    સુક્કી ભોં માં સપના વાવી ચાલી નીકળો….વાહ!
    -અભિનંદન.

  2. Posted March 17, 2011 at 7:24 pm | Permalink | Reply

    વાહ! સરસ ગઝલ!! ચાલતો જ રહેજે!!
    સપના

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME