http://heenaparekh.com/2011/03/18/aapo-raja/
ખ્વાબમાં આવી શકું ? આપો રજા
લાગણી વાવી શકું ? આપો રજા
.
બોલવાની ના ભલે પાડો તમે
મૌન બિછાવી શકું ? આપો રજા
.
જામના બે ઘૂંટ જો આપો તમે
પ્યાસ બુજાવી શકું ? આપો રજા
.
જિંદગી શું ચીજ છે આ પ્યારમાં
મોત બોલાવી શકું ? આપો રજા
.
( જગદીશ વરૂ )



4 Comments
Nice one!!
ક્યા બાત હૈ… ક્યા બાત હૈ.. બહોત અચ્છે..
બોલવાની ના ભલે પાડો તમે .
મૌન બિછાવી શકું આપો રજા
ઘણું સારું કહેવા ની મને આપો રજા
ખૂબ સરળ અને સુંદર રચના!