બંધ કર વા’લા – અશરફ ડબાવાલા

By heenaparekh  

હ્રદયમાં પૂરને તું વાળવાનું બંધ કર વા’લા

સમયસર યોગ્ય રીતે વર્તવાનું બંધ કર વા’લા.

.

આ જીવન કંઈ નથી કાલિદમન તું કૃષ્ણ પણ ક્યાં છો ?

વિચારોથી સ્વયંને નાથવાનું બંધ કર વા’લા.

.

રહસ્યો ને વિમાસણની મજા થોડી તો રહેવા દે,

બધા પ્રશ્નોના ઉત્તર શોધવાનું બંધ કર વા’લા.

.

પરિસ્થિતિ, પ્રયાસો ને પરિણામોની ધાંધલમાં,

સફળતાથી વિરલને માપવાનું બંધ કર વા’લા.

.

જગતની વેદના હો કે હો તારી વ્યક્તિગય પીડા,

કવિતાને કશાથી બાંધવાનું બંધ કર વા’લા.

.

( અશરફ ડબાવાલા )

Share

2 Comments

  1. Posted April 7, 2011 at 6:47 pm | Permalink | Reply

    રચના ગમી. તમામ શેર ગમ્યા.

  2. અલકેશ
    Posted April 8, 2011 at 1:22 pm | Permalink | Reply

    આવું સરસ કામ કરવાનું બંધ “ના” કરશો વા’લા :)

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME