નાની સરખી મનીષા ઘરે આવી હતી.
મેં બાળગીતની એક રેકર્ડ મૂકી.
’પાલઘર આવ્યું, નાળિયેર પાણી…’
એની મમ્મી કહે,
’મનીષાને સંગીતનો બહુ શોખ પણ
આ ગુજરાતી શબ્દો એ સમજી નહીં શકે.’
અમે મનીષાને કહે
’બેટા, Uncleને તારી પેલી Poem સંભળાવ તો !
Twinkle Twinkle Little Star…
મનીષા લહેકા સાથે ગાઈ સંભળાવે છે.
મને એક આકાશ દેખાય છે.
મારી ભાષાના શબ્દો એમાં એક ખૂણામાં ઊભા રહે છે – સંકોડાઈને,
નમાયા બાળકને જેમ,
ગંભીર ગુનો કર્યો હોય એમ !
Unwanted !
મારી ભીની આંખોને હસતી કરી
હું વિવેક સાચવી લઉં છું.
કહું છું :
’How wonderful !
કેટલું સરસ ઈંગ્લિશ બોલે છે અને કેટલા સરસ ઉચ્ચાર !
You are such a sweet little girl, Manisha !’
.
(વિપિન પરીખ )
નરવી વાસ્તવિકતા…કઠોર સત્ય…આભાર અમારી સાથે વહેંચવા બદલ…!!!
બહુજ સરસ, બધું આમજ ચાલે છે, મને એવું લાગે છે કે માબાપ ને સમજવું પડશે,
આપણે આપણી માતૃભાષાને જીવિત રાખવાના પ્રયત્નો કરવામાં ગંભીરતા લાવીએ- બાળકને તો ગાવું હોય છે.- તેને ગુજરાતી ગીત નહિ આપીએ તો- તે જે સંભાળવા મળશે તે બધું ગાશે-
સુંદર કવિતા