ફાનસ – કિશોર શાહ Apr16 એક સાંજે ઘરે પાછા ફરતાં સ્ટેશનની ફૂટપાથ પર નજર ઠરી . એક ફેરિયાએ ફાનસમાં દીવો સળગાવી પાથર્યો હતો તે વેચતો હતો કાચનું ફાનસ જ્યોતનું રક્ષણ કરવા માટે. ફાનસ વેચાતું ત્યારે દીવો બીજા ફાનસમાં પોતાની જગ્યા શોધી લેતો અને ફાનસ અંધારું ભરી કશેક આઘે નીકળી જતું ત્યાં અચાનક પુલની નીચે શોરબકોર વધ્યો નમીને નીચે જોયું તો રામનામનો મહિમા પોકારતી એક શબયાત્રા પસાર થઈ રહી હતી હું એક ક્ષણ શબને અને બીજી ક્ષણે ફાનસને જોઈ રહ્યો. . ( કિશોર શાહ )
સુંદર માર્મિકભાવ સાથેની રચના !