શ્વાસ છોડ્યા – મુકેશ જોષી

By heenaparekh  

શ્વાસ છોડ્યા જિંદગી ચોમેર ચર્ચાતી થઈ

હું ‘બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ

.

કોઈએ પૂછ્યું ઉનાળો કેમ છે એના વિના

ત્યારથી ગુલમ્હોરની આંખો બહુ રાતી થઈ

.

એય મારા પ્રેમમાં છે વાત આ પાકી થઈ

એમની અંગત સખી મારી ગઝલ ગાતી થઈ

.

રામ જેવો છું મને સુખદ પ્રતીતિ થાય છે

છોકરી મારા જ એંઠા બોર જ્યાં ખાતી થઈ

.

મધ કે મધથીય સુંદર સ્વાદ છે આ કાવ્યનો

શું તમે પણ ના સમજતાં ! આમ ગુજરાતી થઈ

.

( મુકેશ જોષી )

Share

One Comment

  1. ક્રિષ્ના
    Posted April 18, 2011 at 11:31 am | Permalink | Reply

    શું કહેવું? બે ત્રણ શેર તો – સુભાન અલ્લાહ…આભાર અમારી સાથે વહેંચવા માટે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME