કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

By heenaparekh  

નયન આમ ન થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,

હ્રદય વાગતું કે મંજીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થતો ખંડેર હશે,

ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.

હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું રોકાયું નહીં,

મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.

પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંજારાના નાદે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું,

ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું,

કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

( મુકેશ જોષી )

.

[ બરસાના = રાધાનું ગામ ]

Share

2 Comments

  1. ક્રિષ્ના
    Posted April 24, 2011 at 12:24 pm | Permalink | Reply

    સંવેદનશીલ – અને હા ક્રિષ્ના ય બધું જાણે જ છે….

  2. Posted April 24, 2011 at 10:41 pm | Permalink | Reply

    એ હકીકત છે કે નામ -સ્વરૂપ અલગ અલગ છે બાકી શ્રી કૃષણ / પરમાત્મા કે પોતાના ઇષ્ટ બધું જ જાણે છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME