પાંખ ફફડાવી – કાજલ ઓઝા-વૈદ્ય

By heenaparekh  

પાંખ ફફડાવી જોવા માટે

જરા…ક જેટલા

અવકાશની માગણીના બદલામાં,

આખું આકાશ આપ્યું તેં – સાવ અડોઅડ !

.

ચપટી ભરીને સ્મિત માગ્યું મેં

અને

તેં સુખનો ઢગલો કરી દીધો,

મારા ખોળામાં !

.

તેં મને એટલું બધું

એટલી સહજતાથી આપ્યું છે

કે હવે,

તારી પાસે કશુંયે માગતાં

હું ડરવા લાગી છું…

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

Share

2 Comments

  1. ક્રિષ્ના
    Posted April 26, 2011 at 12:50 pm | Permalink | Reply

    કોના માટે તમે આ લખ્યું છે? ડરી ડરીને પ્રેમ થોડો થાય કંઈ?

  2. Modi Mayur
    Posted April 27, 2011 at 11:13 am | Permalink | Reply

    તમને જે મળ્યું છે તેને તમે કાબીલ હશો જ
    દેવા વાળાએ એમ જ તો નહીં આપ્યું હોય ને……….

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME