મારી વેદનાનું ગીત – સંદીપ ભાટિયા

By heenaparekh  

લીલીકુંજાર મારી વેદનાનું ગીત

તને સંભળાવું કેમ મારા મીત !

.

લઈને ચાબુક અહીં લોક ઊભું ને મારી લાગણીનો વાંસો ઉઘાડો

લયને મારગડે પગલું મૂકું ને પડે માણસનો પડછાયો આડો

.

લીલેરા લહેકાને લણવાની રીત

તને સમજાઉં કેમ મારા મીત !

.

ઓળખના અડાબીડ જંગલમાં જાઉં ત્યારે પાંદડીઓ જોઈ રહે આડું

સિલ્લકને સાચવીને મારે શું કામ, શું રે સુખદુ:ખના સરવાળા માંડું

.

માણસને ભેટવામાં કાંઈ નથી હિત

તને સમજાવું કેમ મારા મીત !

.

( સંદીપ ભાટિયા )

Share

One Comment

  1. ક્રિષ્ના
    Posted May 15, 2011 at 7:17 pm | Permalink | Reply

    લઇ ને ચાબુક અહી લોક ઉભું અને મારી લાગણી નો ઉઘાડો વાંસો…speechless…!!!

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME