ખારાં જળનાં મીન – કૈલાસ અંતાણી

By heenaparekh  

અમે તો ખારાં જળનાં મીન

સાજન મીઠાં જળમાં કેમ કરીને રહીએ…

.

ઘરની ભીંતે અંધારાંને અમે જડાવી રાખ્યાં

ચણીબોરની જેમ ટપકતાં આંસુને બસ ચાખ્યાં

અંધારાને ઓઠે બેઠાં દીવાને અજવાસ

હવે તો કેમ કરીને સહીએ…

અમે તો ખારાં જળનાં મીન…

.

બપ્પોરી વેળાનો તડકો અમે ઓઢતાં અંગે

કેમ વિચરીએ શરદપૂનમના ચંદ્રોદયની સંગે

ધખધખતા આ રણની વાટે અડવાણે પગ -

અમે દોડતા જઈએ

.

અમે તો ખારાં જળનાં મીન

સાજન મીઠાં જળમાં કેમ કરીને રહીએ…

.

( કૈલાસ અંતાણી )

Share

One Comment

  1. ક્રિષ્ના
    Posted May 19, 2011 at 12:30 pm | Permalink | Reply

    તમે – અને બપ્પોરી વેળાનો તડકો ઓઢો? હા હા હા…રહેવા દો…એસીડીટી થઇ જશે…હે હે હે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME