થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી

ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું

હું છું તારા કંઠમાં ને દૂર થાતો જાઉં છું

.

આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા

હું બધી રીતે જરા મજબૂર થાતો જાઉં છું

.

હું વધારે પડતો રસ મારામાં લેતો થઈ ગયો

ધીમે ધીમે હું હવે મગરુર થાતો જાઉં છું

.

ના શિખામણ નહીં દિલાસો દો મને ઉપદેશકો

જિંદગીના થાકથી હું ચૂર થાતો જાઉં છું

.

જોવા જેવી તો પરિસ્થિતિ હવે સર્જાય છે

હું બધી વાતે હવે મજબૂર થાતો જાઉં છું

.

‘રાઝ’ એની રાઝદારીનો જ આ અંજામ છે

હું પરાયા નામથી મશહૂર થાતો જાઉં છું

.

( ‘રાઝ’ નવસારવી )

One thought on “થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી

  1. જોવા જેવી પરિસ્થિતિ હવે સર્જાય છે
    હું બધી વાતે હવે મજબુર થતો જાઉં છું…

    સાચે જ…સંભાળી લેવાય મને તો ઠીક રહે…

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.