http://heenaparekh.com/2011/06/13/kagal-lakhi-mokal/
એકાંત ભીંસે છે મને, કાગળ લખી મોકલ
તું મુક્ત દીસે છે મને, કાગળ લખી મોકલ
.
શ્વાસોને ગણવા કેમ ? ના સમજાય કેમ લખું ?
દિવસો ઘણાં વીત્યા છે, તું, કાગળ લખી મોકલ
.
મારી ઉદાસ સાંજ તો પત્ર બની છે ક્યારથી
પરોઢની વ્યગ્રતાથી તું, કાગળ લખી મોકલ
.
હું ય ક્યાં આંસુભીનો કાગળ નથી લખતો ?
અક્ષરથી નહીં કોરાશથી, કાગળ લખી મોકલ
.
( ડો. નીલા ઠાકર-જાની )



One Comment
કંઈ નહીં તો કોરો કાગળ મોકલ,
ભીતરે એનો ય એક વાચક હોય છે…!!!