એવું બની શકે કે – કવિતા ચોકસી

By heenaparekh  

એવું બની શકે કે,

હું જે જોઉં એ તું ન ય જોઈ શકે;

કારણ કે મારી આંખો તારી આંખો થોડી છે ?

 .

એવું ય બની શકે કે,

હું જે સમજું એ તું ન ય સમજી શકે;

કારણ કે મારું મૌન તારું મૌન થોડું છે ?

 .

એવું ય બની શકે કે,

હું જે ગાઉં એ તું ન ય ગાય;

કારણ કે મારું ગીત તારું ગીત થોડું છે ?

 .

એવું ય બની શકે કે,

હું જેને જીવું એને તું ન ય જીવી શકે;

કારણ કે મારી મંઝિલ તારી મંઝિલ થોડી છે ?

 .

પણ એવું બની શકે કે,

હું તને ચાહું ને તું મને ચાહે

કારણ કે

મારો પ્રેમ – તારો પ્રેમ

આપણો પ્રેમ ચોક્ક્સ થઈ શકે !….

 .

( કવિતા ચોકસી )

Share

2 Comments

  1. Posted July 25, 2011 at 8:11 pm | Permalink | Reply

    હવે મારું તારું કઈ રહ્યું જ ક્યાં છે? બધું જ “આપણું” જ થઇ ચુક્યું છે – ક્યારનું ય…!!!

  2. Posted July 26, 2011 at 12:34 am | Permalink | Reply

    મારો પ્રેમ – તારો પ્રેમ

    આપનો પ્રેમ ચોક્કસ બની શકે …

    ખૂબજ સુંદર વાત…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME