શોર થઈ શકે – હેમેન શાહ

By heenaparekh  

પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે

કંઈ જાણકારી ના હો છતાં જોર થઈ શકે !

 .

અત્યારે સહેલગાહ પૂરી થઈ ગઈ છતાં,

પરવાનગી આપો તો બીજો દોર થઈ શકે.

.

રસ્તા તરફ જે પૂજ્યભાવ રાખતો હતો,

પગથી કચડવા જેટલો કઠોર થઈ શકે ?

 .

પાનાં કિતાબનાં હવાઓ ફેરવી શકે,

કિન્તુ શરીર ક્યાં ફરી કિશોર થઈ શકે.

 .

અઘરી નથી અહીં ચળકતી લોકપ્રિયતા,

લોકો વિદૂષકોથી યે વિભોર થઈ શકે.

.

કહેવું પડે કે મિત્રોનાં હૃદય છે ફૂલનાં,

એકાદ પણ ન ખેલદિલ ટકોર થઈ શકે.

 .

( હેમેન શાહ )

Share

5 Comments

  1. Posted July 31, 2011 at 12:16 pm | Permalink | Reply

    આદરણીય કવિ શ્રી હેમેનભાઇની કસાયેલ કલમની નજાકતથી ભરી ખૂબજ માર્મિક ગઝલ….
    એમાંય પાંચમાં શેરમાં અર્થસૂચક કટાક્ષ બહુ ગમ્યો.

  2. Posted July 31, 2011 at 4:50 pm | Permalink | Reply

    ટકોરી ગઝલ
    અલબત્ત ટકોર સહન થાય કે ન થાય તે મિત્રતા કેવી છે તેના પર આધાર રાખે છે. શેરી મિત્રને ન થઈ શકે, તાળી મિત્રને ન થઈ શકે

  3. Posted July 31, 2011 at 5:17 pm | Permalink | Reply

    સાદ્યંત સુંદર ગઝલ..

  4. Posted July 31, 2011 at 10:39 pm | Permalink | Reply

    થોડામાં ય ઘણુ કહેવાઇ ગયુ અને તે પણ અત્યંત સચોટતાથી.
    વાહ!

  5. Posted August 1, 2011 at 1:40 pm | Permalink | Reply

    Nice.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME