મિથ્યા છે – કુન્દનિકા કાપડીઆ

.

[audio:http://heenaparekh.com/wp-content/uploads/2011/07/param-samipe-5.mp3|titles=param samipe 5]

.

હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું

અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,

તો મારું એ તપ મિથ્યા છે.

 .

હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું

અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,

તો મારી એ પૂજા મિથ્યા છે.

 .

હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું

અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ

નિર્મૂળ ન થાય, તો મારી ઉપાસના મિથ્યા છે.

 .

હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું

અને મારી ઈચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,

મારો દેહભાવ ઢીલો ન પડે,

તો મારી એ સાધના મિથ્યા છે.

 .

હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં

અને મારા જીવનમાં પ્રેમ કરુણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,

તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.

 .

( પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર – અંકિત ત્રિવેદી )

.

[ આ પ્રાર્થના http://chhatbarashish.blogspot.com/2010/10/blog-post_22.html અને http://shivshiva.wordpress.com/2006/08/05/manan-chintan-2/ અને http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20080508/guj/supplement/d2.html બ્લોગ પર પોસ્ટ થઈ ચૂકી છે. પરંતુ શ્રાવણ માસના પ્રારંભે પ્રાસંગિક જણાતા ફરી પોસ્ટ મૂકું છું.

આ પ્રાર્થના અંકિત ત્રિવેદીના અવાજમાં સાંભળી શકાશે.]

 

10 thoughts on “મિથ્યા છે – કુન્દનિકા કાપડીઆ

 1. હિનાબેન.

  સૌ પ્રથમ તો આવી સુંદર પોસ્ટ શેર કરવા માટે તમ્નેમારા વંદન છે.

  આ પોસ્ટ માટે કશું જ કેહવું અસ્થાને છે બસ તેને જીવનમાં ઉતારી શકાય તો તે સતત કોશીશ કરવી જોઈએ, ઈશ્વર કે જેને તમે તમારા ઇષ્ટ માણો છે તે કોઈ સમય જરૂર કૃપા કરશે, સહેલું કાર્ય નથી, અનેક જન્મારાનો સમય લાગે તેવું કાર્ય છે, પણ કરવું જરૂરી એટકું જ છે, આ લક્ષ્ય હોવું જરૂરી છે.

  ધન્યવાદ !

 2. આજ ની આ સુંદર પોસ્ટ માટૅ ખુબ ખુબ આભાર હીનાબેન … કુંદનિકાજી ના શુદ્ધ વિચારો વાળા પાવન શબ્દો ને શ્રી અંકિતભાઈના સ્વરમાં સાંભળી કૈક અલૌકિક અનુભુતિ થઈ…

 3. Pingback: એ તપ મિથ્યા છે.. « હૂ પલ્લવી.

 4. પ્રાર્થનાનું આચરણ કરવું સહેલું નથી.પણ એ દિશામાં પ્રયત્‍ન કરતા રહીએ તો પણ ધણું છે.ગાંધીજી કહેતા અધમણ જ્ઞાન હોય તેના કરતા અધોળ આચરણ સારું.

 5. Pingback: પર્યુષણ આત્મશુદ્ધિનું પર્વ | શબ્દોનુંસર્જન

 6. Pingback: મિથ્યા છે – કુન્દનિકા કાપડીઆ | Damania Soni Samaj Blog

 7. Pingback: પર્યુષણ આત્મશુદ્ધિનું પર્વ | શબ્દોનુંસર્જન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *