૫.
જ્યારે મારી સામે
કોઈ અડીખમ પર્વત ખડો હોય ત્યારે
મને ત્યાંથી વિદાય લેવા દઈશ નહિ.
મને તેની ઉપર ચઢવા જેટલું બળ આપજે.
જેથી શિખરે પહોંચ્યાની હું તૃપ્તિ અનુભવી શકું.
.
એ પર્વત ચઢતાં ચઢતાં
મને વચ્ચે કેડીઓ સાંપડેલી રહે
એ જ મારી તારી પાસે અરજ છે.
ને જ્યાં કેડી ન દેખાય
ત્યાં મને બેસી પડવા દઈશ નહિ.
બલ્કે,
નવી કેડી ચાતરી લેવાની
સૂઝ ને સામર્થ્ય પૂરાં પાડજે.
.
અને, શિખરે પહોંચી જવાની
તૃપ્તિ હું માણી શકું તે સારુ
મને તારી પ્રેરણા જોઈએ છે.
ને મને શ્રદ્ધા છે કે,
એ પ્રેરણાનો પ્રવાહ તું કદી સુકાવા નહિ દે.
.
૬.
હે ઈશ્વર,
મને ક્યારેક ક્યારેક
– મારી જાત માટે
– મારા કાર્યો માટે
– મારી શક્તિ માટે
– મારી આવડત માટે
– મારી સમજશક્તિ માટે
– મારી દિશાસૂઝ માટે
શંકા સતાવતી રહે છે.
.
ભલે મને શંકા થાય,
પણ તું એને ગુણાત્મક બળમાં
ફેરવી નાખજે એવી મારી પ્રાર્થના છે.
.
મને એટલું શાણપણ આપ કે જેથી
મને મારી શંકા પરત્વે શંકા પેદા થાય
અને
મારી શ્રદ્ધા પરત્વે શ્રદ્ધા જાગ્રત થાય.
.
( શૈલા પંડિત )
હીનાબેન,
પ્રાર્થના ની જે શ્રેણી તમોએ શરૂ કરી છે જેમાં આ પ્રાર્થનામાં પણ પોતાનો સુંદર ભાવ રજૂ કરવામાં આવ્યો છે.
સુંદર ભાવ સાથેની પ્રાર્થના !
હીનાબેન,
પ્રાર્થના ની જે શ્રેણી તમોએ શરૂ કરી છે જેમાં આ પ્રાર્થનામાં પણ પોતાનો સુંદર ભાવ રજૂ કરવામાં આવ્યો છે.
સુંદર ભાવ સાથેની પ્રાર્થના !