મને સૂરજમાં – શૈલા પંડિત

૭.

હે પ્રભુ,

મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે,

ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.

 .

મને બીજના અસ્તિત્વ વિષે

કોઈ શંકા નથી,

ભલે તે જમીન હેઠે

મારાથી અણદીઠું પડ્યું હોય.

 .

મારી શ્રદ્ધા હજી પણ અડગ છે,

ભલે મને છેહના અનુભવો થયા હોય.

 .

પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી,

ભલે મને

કેટલીયે વાર જાકારો મળ્યો હોય.

 .

અને,

ભલે તારા તરફથી

મને કોઈ અવાજ સાંભળવા ન મળ્યો હોય,

ભલે તું મૌન રહ્યો હોય,

તો પણ

મને તારામાં પૂરી શ્રદ્ધા છે.

 .

૮.

હે પ્રભુ,

તું હંમેશા મારો પથદર્શક બની રહેજે.

 .

હું એકલે હાથે ઝઝૂમતો હોઉં,

ત્યારેમને પૂરતું બળ આપજે.

 .

હું મારી વ્યથા ભોગવતો હોઉં

ત્યારે મને સાંત્વન પૂરું પાડજે.

 .

હું નાસીપાસ થઈ જાઉં

ત્યારે મારામાં શ્રદ્ધા પૂરજે.

 .

મારે માટે તારા જેવો કોઈ પથદર્શક નથી,

મૂંઝવણકાળમાં મને હંમેશ દિશા ચીંધતો રહેજે.

 .

( શૈલા પંડિત )

Share this

5 replies on “મને સૂરજમાં – શૈલા પંડિત”

  1. હિનાબેન,
    શૈલા પંડિતની દરેક પ્રાર્થનામાં તેણે વ્યક્ત કરેલ ભાવ સરસ અને ઉત્તમ છે, પરંતુ પ્ર્રર્થાના તો હૃદયમાં જેતે સમયે જે ભાવ ઊભરે તે જ કરાય,અને તે ઉત્તમ જ હોય, ઈશ્વર ભાવના ભૂખ્યા હોય છે. કદાચ મૌન પણ પ્રાર્થનાનું એક સ્વરૂપ જ છે.

    સુંદર ભાવ સાથેની પ્રાર્થના.

  2. હિનાબેન,

  3. હિનાબેન,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.