વ્હેલી સવારે – મિતુલ મહેતા

By heenaparekh  

વ્હેલી સવારે સાદ સાંભળું

પછી જ આંખ આ ખૂલે

મારું મન હવામાં ઝૂલે

 .

ગઈ રાતનાં સપનાંઓ તો

એક પલકમાં ભૂલે !

મારું મન ઝલકમાં ઝૂલે

 ,

હૃદય એક નાની અમથી છાબ

એમાં સુગંધઝૂર્યાં ફૂલ

તારા બાગનાં વૃક્ષો :

એમાં મન મારું મશગૂલ

તારો એક અણસાર :

ને મારું મન તો બધું કબૂલે

 ,

પૂર્વજનમની કઈ લીલા છે ?

કાયા-માયાના કયા કબીલા ?

પતંગિયાને ચૂંથવાના

કોઈ નહીં પાડશો ચીલા –

સાવ કુંવારી લાગણીઓને

નહીં રગદોળો ધૂળે.

 ,

( મિતુલ મહેતા )

Share

One Comment

  1. Posted August 26, 2011 at 1:42 pm | Permalink | Reply

    કુંવારી લાગણીઓ ને ધૂળ માં નહિ રગદોળીયે…અમારા હૃદય સ્થાને સ્થાપીશું.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME