પ્રતીક્ષા તરીકે – ભરત ભટ્ટ ‘પવન’

By heenaparekh  

પ્રતીક્ષા તરીકે આ નવતર પ્રણાલી

ચડી જાય હૈયે ઘણીવાર ખાલી.

હવે આ ઉતરતી નથી ઝણઝણાટી,

છતાં પણ દશા ખૂબ લાગે વહાલી.

 .

કદી આપ તદ્દન વડીલ જેવું બોલો,

અમુકવાર વાણી શિશુથીય કાલી.

તમે એમ ચાલ્યાં સુગંધી બનીને,

સભાખંડ મધ્યે ગઝલ જેમ ચાલી.

 .

નથી કોઈ ચોક્ક્સ દિશામાં જવાનું,

‘પવનની’ અમે આંગળી તોય ઝાલી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’)

Share

4 Comments

  1. Posted September 11, 2011 at 11:14 am | Permalink | Reply

    શ્રી ભરતભાઈની ખૂબ સરસ રચના,
    અને તેમાંય

    તમે એમ ચાલ્યા સુગંધી બનીને,
    સભાખંડ મધ્યે ગઝલ જેમ ચાલી.

    બહોત ખૂબ સાહેબ

  2. Posted September 11, 2011 at 11:16 am | Permalink | Reply

    ….પવનની આંગળી તોય ઝાલી.
    વાહ.. સુંદર

  3. Posted September 11, 2011 at 12:26 pm | Permalink | Reply

    ભાઇ ‘પવન’ તારી પાસેથી તારા મોંઢે ફોનમા સાંભળેલી.. આ ગઝલ આજે રુબરુ થૈ .. બહોત અચ્છે..

  4. Posted September 12, 2011 at 7:12 am | Permalink | Reply

    ભરતભાઈ આપે તો નીરાકાર પવન ને સાકાર બનાવી દીધો.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME