સાંભળ – ટેરી રોવે

By heenaparekh  

મારે તને કહેવું છે કે હું તને પ્રેમ કરું છું

પણ મને ભય છે કે હું તને કહીશ

તો

તું હસીશ અને મને મૂરખ કહીશ

કારણ કે તું જાણે છે કે એ શબ્દ

એટલે મારે મન શું

અને તારે મન શું

અથવા મને ભય છે

કે તને પણ ભય છે

અને શરૂ થાય એ પહેલાં

આ રોમાન્સને તું અટકાવી દેશે

પણ પ્રેમને કાંઈ ગોંધી રખાય નહીં

અને એ એટલો મહામૂલો છે

કે એને ભીતર ભારી રખાય નહીં

એટલે જો હું કહું કે હું તને પ્રેમ કરું છું

આજે,

આજે,

તો તું સર્જન થઈ, સ્વજન થઈ, સજન થઈ

એને સાંભળજે

કારણ કે હું તો ફરી ને ફરી આ ને આ જ કહીશા

વિચાર્યા વિના

કે તારી પરવાનગી માંગ્યા વિના.

 .

( ટેરી રોવે )

Share

One Comment

  1. Posted September 15, 2011 at 12:39 pm | Permalink | Reply

    કહ્યા જ કરો, પરવાનગીની જરૂર નથી. એના માટે તો ઘણો લાંબો સમય રાહ જોઈ છે તો હવે શું કામ જાતે જ કઈ અટકાવીશું અમે?

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME