શ્વાસ હો, ઉચ્છવાસ હો, પૂરતું નથી,
જિંદગીનો ભાસ હો, પૂરતું નથી.
.
આપણા ઘરમાંય દીવો જોઈએ,
ચોતરફ અજવાસ હો, પૂરતું નથી.
.
ઊડવાની હામ પણ હોવી ઘટે,
એકલું આકાશ હો, પૂરતું નથી.
.
બા-અદબ ‘ચિયર્સ’પણ કરવું પડે,
માત્ર પીણું ખાસ હો, પૂરતું નથી.
.
સૂર્ય નામે ઊંટ પડછાયા ચરે-
ક્ષણ સમું કંઈ ઘાસ હો, પૂરતું નથી.
.
( કુમાર જૈમિની શાસ્ત્રી )
આપણાં ઘરમાં ય દીવો હોવો જોઈએ,
ચોતરફ હો અજવાસ પુરતું નથી…
Very True.
પહેલા ત્રણ શેર લાજવાબ છે. આ શાયર મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યા છે એના માટે આપનો આભાર. એમની બીજી કૃતિઓ વાંચવી ગમશે.
udvani ham hovi ghate …aklu aakash ho purtu nathi..very good