શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે
આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે
.
ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે
આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે
.
આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા
એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે
.
સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો
આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે
.
એક પળ ઊભા રહે, ના એમ પણ ઈચ્છો તમે
આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે
.
( મુકેશ જોષી )
Good One.
મુકેશ જોષીની ખૂબ સરસ ગઝલ…હા હવે સમય છે કે બધું સંકેલો….મક્તા ખૂબ ગમ્યો…
સપના
maja padi gai,ghajhal vaancheene