ગઝલ…એક કેફિયત, એક કબૂલાત…- રિષભ મહેતા

જીવનથી થાકી હારી મેં ગઝલો લખી નથી

ઈચ્છાઓ મારી મારી મેં ગઝલો લખી નથી

 .

ઈસ્લાહ મેં ગઝલની કરી છે સતત છતાં

ઊર્મિઓને મઠારી મેં ગઝલો લખી નથી

 .

મારી ગઝલના કેન્દ્રમાં મારી જ મોજ છે

મહેફિલ વિષે વિચારી મેં ગઝલો લખી નથી

 .

પેલા સમી; આનાથી સારી; આવી; આવી નૈં-

એવી શરત સ્વીકારી મેં ગઝલો લખી નથી

 .

થોડું છતું કર્યું છે મેં થોડું છુપાવ્યું પણ

વસ્ત્રો બધાં ઉતારી મેં ગઝલો લખી નથી

 .

તકલીફ તો મનેય પડી છે ઘણી છતાં

પળ પળ તને પુકારી મેં ગઝલો લખી નથી

 .

ઈતિહાસ નોંધ લેશે કદી મારા સુખનની

એવું કશુંય ધારી મેં ગઝલો લખી નથી

 .

( રિષભ મહેતા )

Share this

2 replies on “ગઝલ…એક કેફિયત, એક કબૂલાત…- રિષભ મહેતા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.