એક તું જ છે – જાતુષ જોશી

By heenaparekh  

એક તું જ છે ને તું અહીં બધેય છે;

એમ તું જ ઉપમાન, ઉપમેય છે.

 .

હું કદીય પારખી શકીશ ના તને;

ને કદીય પારખું ન – એ જ ધ્યેય છે.

 .

સૂર કે શ્રુતિ કશું ન આંબતું તને,

તું વિશુદ્ધ ગાન છે ને તું અગેય છે.

 .

કૈં વિકલ્પ તો નથી છતાં વિકલ્પ છે;

તું કદાચ શ્રેય છે, કદાચ પ્રેય છે.

 .

તું સ્વભાવથી સહજ સરળ જણાય છે,

એટલે જ તું હજી અકળ પ્રમેય છે.

 .

( જાતુષ જોશી )

Share

One Comment

  1. Posted October 16, 2011 at 11:29 pm | Permalink | Reply

    જેમ છે જેવું છે હવે તો તારું જ છે બધુંયે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME