એકલવાયું લાગે છે – નીલકંઠ વેદ

અહીં બધું પરાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

આ આરસ જેવા રસ્તા

તો યે નથી ચાલવું મારે

તારા વિના જીવ આ મારો

બળી રહ્યો અત્યારે

 .

ઝૂરાપાનું ગીત ક્યાંકથી

એવું ગવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

.

સૂની નજરથી જોઉં મકાનો

જોઉં ઈમારત જૂની

દૂરથી મને વ્યાકુળ કરે

કાયા કોઈ ખુશ્બુની

.

તમે મૂકી અહીં ફરવા આવ્યો :

તારું દિલ ઘવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

( નીલકંઠ વેદ )

Share this

2 replies on “એકલવાયું લાગે છે – નીલકંઠ વેદ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.