કપરું હોય છે – સંધ્યા ભટ્ટ

ખેલવાનું, હારવાનું ખૂબ કપરું હોય છે

જાતને સમજાવવાનું ખૂબ કપરું હોય છે

 .

પોતપોતાનું મળે છે આભ તો સૌ કોઈને

પંખી માફક ઊડવાનું ખૂબ કપરું હોય છે

 .

પૂર્ણમાંથી અલ્પ, પાછું અલ્પમાંથી પૂર્ણ પર

ચંદ્રગતિએ ચાલવાનું ખૂબ કપરું હોય છે

 .

કાળું કાળું ઘટ્ટ અંધારું બધે વ્યાપેલું હો,

તે સમય અજવાળવાનું ખૂબ કપરું હોય છે

 .

સાંજનો વૈભવ ગુલાબી નભમાં સુંદરતા ભરે,

તે સમેટી ડૂબવાનું ખૂબ કપરું હોય છે

 .

( સંધ્યા ભટ્ટ )

One thought on “કપરું હોય છે – સંધ્યા ભટ્ટ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.