શું છે દોસ્ત – પ્રમોદ અહિરે

By heenaparekh  

પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત !

સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ

જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત !

 .

પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ,

પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

અસ્તિત્વ ખંડ-ખંડ બનાવ્યું છે કોણે દોસ્ત !

એ જાણશે તો જાણશે એકત્વ શું છે દોસ્ત !

 .

ઈચ્છાના નખથી થાય ઉઝરડાઓ શ્વાસ પર

આના સિવાય બીજું તો વૃદ્ધત્વ શું છે દોસ્ત !

 ,

( પ્રમોદ અહિરે )

Share

4 Comments

  1. Posted November 10, 2011 at 10:18 am | Permalink | Reply

    પ્રમોદભાઈની સુંદર સાદ્યંત ગઝલ..

  2. jaising
    Posted November 10, 2011 at 10:19 am | Permalink | Reply

    very nice..superb…

  3. Posted November 10, 2011 at 10:20 am | Permalink | Reply

    શ્રી પ્રમોદભાઈએ આધ્યમના રંગે રંગાયેલ અત્યંત સુક્ષ્મભાવની ગઝલમાં શબ્દે-શબ્દે ‘તત્વ’અને’સત્વ’ નિખાર્યું છે…..એમાંય અંતિમ શેરમાં આખી ગઝલ ટોચ પર પહોંચી.
    બહુજ ગમી ગઝલ-અભિનંદન અને કવિના ગઝલના તમામ પાસાઓને ઉજાગર કરવાની આવડતને સો સો સલામ.

  4. Posted November 18, 2011 at 2:03 pm | Permalink | Reply

    સારી છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME