શું છે દોસ્ત – પ્રમોદ અહિરે

પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત !

સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ

જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત !

 .

પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ,

પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

અસ્તિત્વ ખંડ-ખંડ બનાવ્યું છે કોણે દોસ્ત !

એ જાણશે તો જાણશે એકત્વ શું છે દોસ્ત !

 .

ઈચ્છાના નખથી થાય ઉઝરડાઓ શ્વાસ પર

આના સિવાય બીજું તો વૃદ્ધત્વ શું છે દોસ્ત !

 ,

( પ્રમોદ અહિરે )

Share this

8 replies on “શું છે દોસ્ત – પ્રમોદ અહિરે”

  1. શ્રી પ્રમોદભાઈએ આધ્યમના રંગે રંગાયેલ અત્યંત સુક્ષ્મભાવની ગઝલમાં શબ્દે-શબ્દે ‘તત્વ’અને’સત્વ’ નિખાર્યું છે…..એમાંય અંતિમ શેરમાં આખી ગઝલ ટોચ પર પહોંચી.
    બહુજ ગમી ગઝલ-અભિનંદન અને કવિના ગઝલના તમામ પાસાઓને ઉજાગર કરવાની આવડતને સો સો સલામ.

  2. શ્રી પ્રમોદભાઈએ આધ્યમના રંગે રંગાયેલ અત્યંત સુક્ષ્મભાવની ગઝલમાં શબ્દે-શબ્દે ‘તત્વ’અને’સત્વ’ નિખાર્યું છે…..એમાંય અંતિમ શેરમાં આખી ગઝલ ટોચ પર પહોંચી.
    બહુજ ગમી ગઝલ-અભિનંદન અને કવિના ગઝલના તમામ પાસાઓને ઉજાગર કરવાની આવડતને સો સો સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.