અધૂરો ઘડો – ભગવતીકુમાર શર્મા

By heenaparekh  

અધૂરો ઘડો છું, હું છલકાઉં પણ

ને ખાલી થયા બાદ ઊભરાઉં પણ !

 .

હું પસ્તિત્વને આજ પામ્યો ભલે;

ભવિષ્યે ફરીથી હું વંચાઉં પણ.

 .

કરું છું હું પસ્તાવો નિજ પાપનો;

આ અશ્રુથી ભીતરમાં ધોવાઉં પણ.

 .

છું ઈશ્વરના સાંનિધ્યમાં હું છતાં

હરણ જોઈ સોનેરી લલચાઉં પણ.

 .

રઝળપાટ લમણે લખ્યો છે ભલે;

હું મારા અસલ ઘર ભણી જાઉં પણ.

 .

ગડી વાળીને તેં જ મૂક્યો હતો;

હું હૈયાધબકમાં જ દેખાઉં પણ.

 .

દીવાલોથી અળગો થયો છું છતાં

હું પડધો બનીનેય ટકરાઉં પણ.

 .

( ભગવતીકુમાર શર્મા )

Share

One Comment

  1. Posted November 21, 2011 at 8:49 am | Permalink | Reply

    અધુરો ઘડો છું, હું છલકાંઉ પણ

    અને ખાલી થયા બાદ ઉભરાઉં પણ

    ખુબ સુંદર. પોતાની જાતને પંડિત માનવાવાળા માટે યથા યોગ્ય છે.

    p;ease visit

    http://www.pravinash.wordpress.com

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME