ત્રણ લઘુ કાવ્યો – જયંત દેસાઈ

(૧)

હથેળી પર

તારું નામ

લખી,

હાથ પાણીમાં

બોળું તો

તે જ ક્ષણે

બની જાય

પાણીનું અત્તર !!!

 .

(૨)

આંગણું

પસાર કરતાં

પોસ્ટમેનના ખભે

પતંગિયું

આવીને બેઠું

અને તે સાથે જ

દૂર પહાડોમાં

ક્યાંક કોયલ

ટહૂકી….

હું તરત જ પામી

ગયેલો : નક્કી,

પત્ર તો તારો જ

હશે !… !!…!!!!!…

.

(૩)

તું નહીં માને

પણ હવેથી

મારા ઘર આગળથી

પસાર થતા બધા

રસ્તા, તારા

નિવાસ આગળ

જ આવીને

અટકે

છે !…!!..!!!…

 .

( જયંત દેસાઈ )

Share this

2 replies on “ત્રણ લઘુ કાવ્યો – જયંત દેસાઈ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.