અગોચર દિશાથી – દત્તાત્રય ભટ્ટ

અગોચર દિશાથી સતત સાદ આવે,

એ નકશેકદમ, ઝળહળાં યાદ આવે.

 .

અહીં મૌન રણકે, સૂણે કોણ જાણે !

દશેયે દિશાથી છતાં દાદ આવે.

 .

ન આંખો, ન શબ્દો, કશું કંઈ ન બોલે,

ન હો કોઈ બીજું ને સંવાદ આવે !

.

અમારી જ રીતે અમે ચાલવાના,

ભલેને કબીરા શા અપવાદ આવે.

 .

અહીં શાંત કોલાહલોના સમંદર,

ઘૂઘવતા રહે ને ગહન નાદ આવે.

 .

( દત્તાત્રય ભટ્ટ )

Share this

2 replies on “અગોચર દિશાથી – દત્તાત્રય ભટ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.