તું એટલે – મહેન્દ્ર ગોહિલ

By heenaparekh  

તું એટલે તો ભર્યું ભાદર્યું ઘર,

ખાલી થયેલું નગર એટલે હું !

 .

મંઝિલ તું ખુદ, શોધ તારી બધાને

રસ્તા વિહોણી સફર એટલે હું.

 .

તું એટલે મારું હોવાપણું, ને –

‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું.

 .

તુજ આંખ મંડાયેલી દૂર ને દૂર,

પાછી ઠેલાતી નજર એટલે હું.

 .

મારા કબૂતર સમા શ્વાસ ઊડ્યા,

હું જાણે મારા વગર એટલે હું.

 .

( મહેન્દ્ર ગોહિલ )

Share

2 Comments

  1. Posted December 1, 2011 at 9:19 am | Permalink | Reply

    શ્રી મહેન્દ્રભાઈએ પ્રસ્તુત ગઝલમાં સરળ શબ્દોથી સુંદર વાતને અભિવ્યક્ત કરી, એમાંય
    પાછી ઠેલાતી નજર એટલે હું…અને
    ‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું… આ બન્ને પંક્તિઓ બદલ ખાસ અભિનંદન…
    જય હો..!

  2. Posted December 9, 2011 at 4:20 pm | Permalink | Reply

    તું એટલે હું…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME