તું મને આપી શકે તો બેખુદી આપી શકે,
ને જવાનીના શુકરથી મયકશી આપી શકે !
.
પ્યારની સાથે અહીંયા જિંદગી સંગીન છે;
તું મને તારા સ્મરણની બંદગી આપી શકે !
.
ગાઢ આ સંબંધ છે ને ગાઢ આ એકાંત છે,
કૈંક ઈચ્છા હોય તો બસ તાજગી આપી શકે.
.
આ વ્યથા બુઝાવવા આંસુ અને તડપન સહિત;
હું હજુયે માંગુ છું કૈં સાહ્યબી આપી શકે ?
.
એટલો સંતોષ છે કે આ ગઝલ દીવો બની;
તું કદી તારી નજરની રોશની આપી શકે.
.
કાળ-સાગરને કિનારે એકલો હું હોઉં તો;
તું મરણ આવે પછીની જિંદગી આપી શકે ?
.
( ભરત ભટ્ટ “તરલ” )
તારે જોઈએ એ બધું જ આપી શકું…છે જ તારું બધું પછી આપવાની વાત આવે છે જ ક્યાં?
તારે જોઈએ એ બધું જ આપી શકું…છે જ તારું બધું પછી આપવાની વાત આવે છે જ ક્યાં?
તારે જોઈએ એ બધું જ આપી શકું…છે જ તારું બધું પછી આપવાની વાત આવે છે જ ક્યાં?