સાયબાએ – મુકેશ જોષી

By heenaparekh  

સાયબાએ લઈ આપી ગુલ્લાબી સાડી,

પ્હેરી તો કહે છે કે આખા મલકમાં

જોઈ નથી આવી ગુલાબની મેં વાડી.

સાયબાએ…

 ,

માખણની કાયા પર શોભે છે સાડી

કે શોભે છે કોઈના અભરખા,

સાયબાનો પોતીકો રેશમી મિજાજ

અને સાડીનું પોત બેય સરખાં

સપનાના ક્યારામાં જિંદગી ઊગાડી

સાયબાએ…

 .

અંગો પર વહાલપનું વાવેતર કરવાનાં

સપનાંઓ જોવા હું જાગું,

સાડીને વીંટું તો ઓચિંતું થાય જાણે

સાયબાને વીંટળાતી લાગું

પાંખો પણ આપીને બાથમાં ઉડાડી

સાયબાએ…

.

( મુકેશ જોષી )

Share

One Comment

  1. Posted December 18, 2011 at 1:10 pm | Permalink | Reply

    ગુલાબી નહિ લાવું…ઘેરો રંગ લાવીશ જે તને અડવાથી વધુ ઘેરો બની જશે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME