ના હાર જો કે જીત જો – મુકેશ જોષી

તું ફક્ત ના હાર જો કે જીત જો

યુદ્ધ કરવાનીયે એની રીત જો

 .

દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે

મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો

 .

હું ગઝલના ગામમાં રહેવા ગયો

યાદ આવ્યું તોય પાછું ગીત જો

 .

ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે

કોક બાંધે છે અહમની ભીંત જો

 .

કામ સહુ પૂરાં કરીને નીકળ્યા

યાદ આવ્યું રહી ગઈ લ્યાપ્રીત જો

 .

( મુકેશ જોષી )

Share this

3 replies on “ના હાર જો કે જીત જો – મુકેશ જોષી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.