તું આંખોમાં આંખ – પન્ના નાયક

By heenaparekh  

.

તું આંખોમાં આંખ પરોવે, દીર્ઘ ચુંબનો કરે, આક્રમણો કરે,

વાઘા ઉતારે, હુંફથી નવડાવે, ત્વચાની રજાઈ ઓઢાડે, હાસ્યના

ફુવારા ઉડાડે, કાલીઘેલી કવિતા સંભળાવે, કાન પાછળ

વાળને ગોઠવવાની રમત રમે, મારા રેશમી દેહને પંપાળે,

સ્તનમાં છુપાઈ જાય, ક્યારેક વિરહના વિચાર ‘ચિંતિત’ થાય,

ક્યારેક મિલનની પ્રસન્નતામાં મુખરિત થાય, ક્યારેક

સહજ સ્મિતથી મારા આંસુ લૂછે, મને મારામાં પ્રેરે,

મારી લાગણીઓને ઉછેરે…  આ બધું મને એટલું ગમે છે

એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.

( પન્ના નાયક )

Share

One Comment

  1. jayvant makwana
    Posted December 27, 2011 at 11:36 am | Permalink | Reply

    તમારી કવિતા ના એક એક શબ્દ માં રોમાંચ નો અનુભવ થાય છે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME