એકાંત – દત્તા કલસગીકર

.

એકાંતમાં આપણે ખરાં હોઈએ છીએ

આપણી કુરુપતા-સુરુપતા સહિત.

એકાંતમાં આપણે જોઈએ છીએ ખુદ તરફ

અને સમજીએ છીએ,

કેટલું ખરુંખોટું જીવીએ છીએ આ જગમાં.

મનસોક્ત રડીએ છીએ એકાંતમાં

ત્યારે એકાંત પીઠ પરથી હાથ ફેરવે છે.

એકાંત કહે છે જીવવાનો અર્થ અથવા અનર્થ.

એકાંતમાં આપણો સંવાદ આપણી સાથે.

ખરું તો આપણે એકલાં જ

આ નાના મોટાં પ્રવાસમાં;

એ એકાંતમાં સમજાય.

એકાંત કેટલાં સમજદાર બનાવે છે આપણને !

ચોખ્ખું પાણી પીવા માટે નદીના ઉદ્દગમસ્થાને જવું

એવું આ એકાંત !

 .

( દત્તા કલસગીકર )

2 thoughts on “એકાંત – દત્તા કલસગીકર

  1. હિનાબેન,

    ખૂબજ સુંદર રચના છે, અને એ પણ હકીકત છે એકાંત ના જેટલા ફાયદા છે તે સામે જો એકાંત નો સદુપયોગ ના કરવામાં આવે તો તેનાથી વધુ કોઈ અનિષ્ટ નથી, કારણ એકાંતમાં માણસ વિવેકભાન પણ ભૂલી જતો હોય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *