તેલ જુઓ, તેલની ધાર જુઓ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

.

તેલ જુઓ, તેલની ધાર જુઓ…

શું કહ્યું ?

ઘરમાં તેલનો છાંટો ય નથી ?!

નેવર માઈન્ડ !

પાણી જુઓ, પાણીની ધાર જુઓ…

વળી, શું થયું ?

પાણીની ય અછત ?

ઓ. કે. ઘરમાં છરી તો હશે જ !

છરી જુઓ, છરીની ધાર જુઓ….

જો છરી બુઠ્ઠી થઈ ગઈ હોય

તો-

છરીની ધાર સજાવો

અને

કવિતાના નામે

ધડ-માથા વગરનું લખનારાને

પછી

પતાવો !

જો જો,

શરૂઆત મારાથી ન કરતા;

આમાં તો કોઈ

મોટું માથું જ શોભે !

તો જ કદાચ,

આવી વણથંભી પ્રવૃત્તિ થોભે !!

 .

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

Share this

4 replies on “તેલ જુઓ, તેલની ધાર જુઓ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.