.
શ્વાસ ને ઉચ્છવાસની વચ્ચેનો ગાળો ખાલીખમ,
આવ-જા કરતો હવાનો એક થેલો ખાલીખમ.
.
ને વ્યથાઓ પ્યાસની હું શું જણાવું આપને?
હાથમાં આવ્યો હતો એકાદ પ્યાલો ખાલીખમ.
.
થાય છે આભાસ ત્યાં કોઈ ચહેરાનો હજી,
જો ઉં છું હું જ્યારે જ્યારે એ ઝરૂખો ખાલીખમ.
.
સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,
કોઈ પણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.
.
ડર છે કે મારી તરસ છીપાવતા છીપાવતા
ક્યાંક થઈ ના જાય આખે આખો દરિયો ખાલીખમ.
.
કોઈની તસવીર હોવી જોઈતી’તી ભીતરે,
નાખે છે ઊંડા નિસાસા દિલની ભીંતો ખાલીખમ.
.
જળને મુઠ્ઠીમાં પકડવા હાથ મેં બોળ્યો પ્રથમ,
ને પછી આ હાથ જળની બહાર આવ્યો ખાલીખમ.
.
( ગૌરવ વટાવવાળા )
very nice..
very nice..
ખૂબજ સુંદર રચના ! આભાસ નો ખ્યાલ અને સમજ !
ખૂબજ સુંદર રચના ! આભાસ નો ખ્યાલ અને સમજ !
કોઈ પણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ…
કોઈ પણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ…