હવે બધુંયે વ્યર્થ છે – લાલજી કાનપરિયા

By heenaparekh  

.

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે

કદાચ તું બોલાવે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

જળમાં મારો ડૂબકી ને જગત થૈ જાય ગુમ

કોણ પછી સાંભળશે પાડો તળિયે જઈને બૂમ ?

 .

મનને શીદ ભરમાવે ? હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

અમે મૂરખ કે ફૂલને બદલે સુગંધ ચૂંટવા બેઠાં

રામ નહીં આરોગે હવે શબરીનાં બોર એઠાં !

 .

નાહક ફૂલ બિછાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

તું ઊભી છે તારે ખેતર, હુંય મારે ખેત

ધરતી પર વરસાવે ગગન લીલું હેત !

 .

તું રૂમાલ છો ફરકાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

( લાલજી કાનપરિયા )

Share

2 Comments

  1. Posted January 17, 2012 at 8:12 pm | Permalink | Reply

    લાલજીભાઈ ની આ રચના દ્વારા તે સુંદર વાત કહે છે, આપણા જીવનમાં પણ આવું ઘટતું હોઈ છે જ્યારે એક સમય એવો આવે છે કે બધું વ્યર્થ લાગે… સુંદર રચના !

  2. Posted January 20, 2012 at 7:14 pm | Permalink | Reply

    શું ખરેખર હવે બધુંય વ્યર્થ છે?

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME